ગાંધીધામમાં મકાનમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો જપ્ત

copy image

copy image

ગાંધીધામના એક મકાનમાંથી પોલીસે રૂા. 86,220નો દારૂ હસ્તગત કર્યો હતો, પરંતુ આરોપી હાથમાં આવ્યો ન હતો. ગાંધીધામમાં સેક્ટર-14, રોટરીનગરમાં મકાન નંબર 172નો કબજો ધરાવનાર શખ્સ મકાનમાં દારૂ રાખી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે કાર્યવાહી કરી હતી. અર્ધ ખૂલેલા આ મકાનમાં જઈ અંદરથી 8 પીએમ 750 એમ.એલ.ની 36 બોટલ, ઓફિસર્સ ચોઈસની 375 એમ.એલ.ની 68 બોટલ તથા વ્હાઈટ લેસ વોડકા 180 મિ.લી.ના 528 અને 8 પીએમના 96 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 86,220નો અંગ્રેજી દારૂ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ શખ્સ મકાનમાં હાજર મળ્યો ન હતો. દારૂ ક્યાંથી આવ્યો તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી .