સામખિયાળી-મોરબી માર્ગ પરથી ગેસના 15 બાટલા સાથે શખ્સ ઝડપાયો
copy image

સામખિયાળી મોરબી ધોરમાર્ગ પરથી ચોરી કે છળકપટથી મેળવાયેલા ગેસના 15 બાટલા સાથે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ધોરીમાર્ગ પર આવેલી સંધુસરદાર હોટલમાંથી અટક કરાયેલા શખ્સે હોટલની પાછળ આવેલા મેદાનમાં બોલેરો ગાડીમાં કોમર્શિયલ ગેસના 15 બાટલાનો સંગ્રહ કરી રાખ્યો હતો. ચોરી કે છળકપટથી મેળવાયેલા હોવાની શંકાના આધારે પોલીસે આ બાટલા કબજે કર્યા હતા અને શખ્સ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.