મુંદરા-માંડવી માર્ગે આધાર-પુરાવા વિનાનો ખાદ્ય તલનો જથ્થો ઝડપાયો
copy image

મુંદરાથી માંડવી તરફ જતા માર્ગ પરથી આધાર-પુરાવા વિનાના રૂા. 2,80,000નો ખાદ્ય તલનો જથ્થો લઈ જતા ટ્રકચાલકને કોડાય પોલીસે પકડી પાડયો હતો. પોલીસે તલના 70 બાચકા તથા ટ્રક મળી કુલ રૂા. 12,80,000નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. સૂત્રો દ્વ્રારા મળતી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મુંદરાથી માંડવી તરફ પસાર થતી ટ્રક ચાલકને ટ્રકની તપાસ કરાતાં તેમાંથી ખાદ્ય તલના 70 બાચકા મળી આવ્યા હતા. આ જથ્થા અંગે ચાલક પાસેથી આધાર-પુરાવા મગાતાં તે આપી શક્યો નહોતો. આથી ટ્રકમાં ભરેલો તલનો જથ્થો તથા ટ્રક મળીને કુલ રૂા. 12,80,000નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.