કોટડા ચેક પોસ્ટ પાસે ટ્રેલરની પાછળ ડમ્પર ઘૂસી જતાં ડમ્પર ચાલકનું મોત
copy image

ખાવડાથી ૧૮ કિ.મી. દૂર આવેલ કોટડા બી. એસ.એફ. ચેકપોસ્ટ પાસે રોડની સાઈડમાં પાર્ક કરાયેલા એક ટ્રેલરના પાછળના ભાગે પૂરપાટ ઝડપે આવી રહેલ ડમ્પર ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં ડમ્પરનો આગળના ભાગનો ભુક્કો બોલી જવા પામ્યો હતો, જેમાં તેના ચાલકનું દબાઈ જતાં મોત નીપજ્યું હતું.પ્રાપ્ત માહિતી મુજબ ખાવડા પોલીસ સ્ટેશનમાં ગાંધીધામના આદિપુરમાં રહેતા અને ટ્રેલર ચલાવતા શખ્સએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ટ્રેલર લઈને જતાં હતા ત્યારે કોટડા બી.એસ.એફ. ચેક પોસ્ટ પાસે તેઓએ ટ્રેલરને રોડની સાઈડ પર પાર્ક કર્યું હતું. ત્યારે વહેલી સવારે પોણા છ વાગ્યાના અરસામાં એક ડમ્પર પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવતા ડમ્પર ટ્રેલર- પાછળ ધડાકાભેર અથડાયું હતું.આ અકસ્માતમાં ડમ્પરનો આગળના ભાગનો ભુક્કો બોલી જતાં તેના ચાલકનું મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકોએ ક્રેઈનની મદદથી બોડીમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર હેઠળ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં ટ્રેલરના પાછળના ભાગે ડમ્પર ભટકાડતાં ટ્રેલરને નુકસાન થયાની તેમજ ડમ્પર ચાલકે અકસ્માત સર્જી પોતાને ગંભીર ઈજા પહોંચાડી પોતાનું મૃત્યુ નીપજાવ્યું હતું.