ભુજના બસ સ્ટેન્ડ પાસે યુવાન પર બે શખ્સોનો છરી વડે હુમલો
copy image

ભુજના શાંતિનગર સમાવાસમાં રહેતા યુવાન પર જૂના ઝઘડાના મનદુ:ખના કારણે ગુરુવારે રાતના આરસામાં ભુજના બસ સ્ટેન્ડ પાસે ગોપી ગોલાવાળા પાસે બે શખ્સોએ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડયાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.પ્રાપ્ત માહિતી મુજબ ભુજના શાંતિનગર, સમાવાસમાં રહેતા ૨૦ વર્ષનો યુવાન ગુરુવારના રાતના ૧૧ વાગ્યાના અરસામાં ભુજના બસ સ્ટેન્ડ પાસે આવેલા ગોપી ગોલાવાળા પાસે ઊભો હતો ત્યારે બે શખ્સો એ જૂના ઝઘડાના મનદુ:ખના કારણે ઓચિંતા ધસી આવ્યા હતા.બંને શખ્સોએ યુવાનને ગાળો આપી તેમના પર છરી વડે હુમલો કરી, ધકબુશટનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. હુમલાથી ઘવાયેલા યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો, જયાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સારવાર દરમ્યાન યુવાને ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે પોતાના પર જૂના ઝઘડાના મનદુ:ખના કારણે શખ્સો છરી અને ધકબુશટનો માર માર્યાની ફરિયાદ નોંધાવતાં. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.