અંજારની લિસ્ટેડ બુટલેગર પર દરોડો, 310 લી. દારૂ પકડાયો

અંજારમાં ચંપકલાલની જીન નજીક આવેલ પતરા વાળા મકાનમાં આર.આર. સેલ દ્વારા દરોડો પાડતાં  310 લીટર દેશી દારૂ પકડાયો હતો, જ્યારે ઈસમ હાજર ન મળી આવતા પોલીસ પકડથી દૂર રહી હતી. આ અંગે અંજાર પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર આર.આર. સેલ ભુજની ટીમ અંજાર ખાતે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળેલ કે ચંપકલાલની જીન નજીક આવેલ પતરા વાડા મકાનમાં દેશી દારૂનું વેચાણ થાય છે. જેથી તે સ્થળે દરોડો પાડતા ફતમાબેન મામદ નોડે રહે. ચંપકલાલની જીન પાસે, અંજાર વાળીના કબ્જામાંથી તૈયાર દેશી દારૂ 310 લીટર કિંમત રૂ. 62,00નું મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે ઈસમ દરોડા દરમ્યાન હાજર ન મળી આવતા અંજાર પોલીસ સ્ટેશનમાં કાયદેસર થવા ફરિયાદ કરવામાં આવેલ હતી. આજની આ કામગીરીમાં આર.આર.સેલ ભુજ ટીમના પીએસઆઈ જી.એમ. હરિયા, એ.એસ.આઈ. મેઘજીભાઈ મહેશ્વરી, દિલીપસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ શિવરાજસિંહ રાણા, કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજા જોડાયા હતા. અહિ નોંધવુ રહ્યુ કે દેશી દારૂની બદી પર પોલીસ દ્વારા છેલ્લા થોડા સમયમાંથી ગાંધીધામ અને અંજાર ખાતે વિવિધ સ્થળોએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *