તસ્કરી કરેલા બાઇક સાથે એક શખ્સોને પકડી લેતી પોલીસ

ભાવનગર એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પ્રદિપસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે સેન્ટ મેરી સ્કુલ સામે ઘોઘારોડ ઉપરથી સેલતભાઇ ઉર્ફે ચેતનભાઇ રવજીભાઇ બારૈયા (ઉ.વ.૨૪) રહે.મોટાસખપર તા.ગઢડા વાળો હાલ ઘોઘાજકાત નાકા સામે પ્રગતિનગર સોસાયટી વાળાને શંકાસ્પદ હિરોહોન્ડા સ્પેન્ડર પ્લસ મોટર સાઇકલ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ કરી ઘોઘોરોડ પોલીસ સ્ટેશન સોંપી આપેલ. આ મોટર સાયકલની પોકેટ ક્રોપ એપ્લીકેશનની મદદથી એન્જીન – ચેસીસ નંબર ઉપરથી ખરાઇ કરતા મોટર સાઇકલનો રજીસ્ટર નંબર ખોટો જણાઇ આવેલ અને મોટર સાઇકલના માલીક સંગ્રામભાઇ વાઘજીભાઇ જોગરાણા રહે.જુના જસપરા તા.સાયલા જિ.સુરેન્દ્રનગર વાળા હોવાનું જણાઇ આવેલ આથી મોટર સાઇકલના માલીકનો સંપર્ક કરતા તે વર્ષ ૨૦૧૧ની સાલમાં સાયલા ગામેથી ચોરાયું હોવાનું જણાવ્યું હતું. આ કામગીરીમાં એસ.ઓ.જી. તથા એલ.સી.બી.ના માણસો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *