ઉમરગામમાં દેશી તમંચા સાથે ફરતા રાજસ્થાની યુવકની અટક

ઉમરગામના પી.એસ.આઈ જે. જે ડાભી તથા પ્રો.એ.એસ.આઈ સમીરભાઈ ભરતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મુરૂભાઈ રાયદેભાઈ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, ૨૦થી ૨૨ વર્ષનો અને સ્કાઈ બ્લૂ કલરની હાફ બાઈની ટી-શર્ટ તથા કાળા કલરની પેન્ટ પહેરેલ રાજસ્થાની હિન્દી ભાષી યુવાન પોતાની કમરમાં એક દેસી બનાવટનો તમંચો (કટ્ટો) રાખી સોલસુંબાથી પળગામ ત્રણ રસ્તા તરફ ચાલતો આવી રહ્યો છે. તેથી બાતમીને આધારે પળગામ ત્રણ રસ્તા ખાતે વોચ ગોઠવાતા બાતમી મુજબનો શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો. પોલીસે તેને કોર્ડન કરી તે શખ્સનું નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ મદનલાલ ગોરખરામ નાયક (ઉ.વ.૨૦, રહે. પળગામ ફાટક, કામતગિરિ કંપનીના કવાટર્સમાં તા.ઉમરગામ, જી.વલસાડ તથા મૂળ રહે. કર્ષણ, સરદાર શહેર જી.ચુરું રાજસ્થાન) હોવાનું જણાવ્યુ હતું. જેની પાસેથી પોલીસને દેશી બનાવટનો તમંચો કિંમત રૂ. ૩,૦૦૦ તથા રોકડા ૩૭૦ મળી કુલ ૩,૩૭૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આ ઘટના અગે ગુનો દાખલ કરી ઉમરગામ કોર્ટ સમક્ષ હાજર કરી શખ્સના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. કેસની વધુ કાર્યવાહી ઉમરગામના પી.એસ.આઈ. જે.જે.ડાભી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *