માધાપરના મહાપ્રભુનગરમાંથી બોલેરો જીપ ચોરાઇ

copy image

માધાપરમાં ભવાની હોટલ પાછળ આવેલ મહાપ્રભુનગરમાંથી બોલેરો ગાડીની  ચોરી થઈ હતી. ન્યુ રીગન કંપનીના મેનેજર એવા ફરિયાદી જણાવ્યું કે, કંપની દ્વારા શખ્સની ઓપન બોલેરો કેમ્પર કંપનીના કામ માટે અપાઈ હતી.ગત 10 જુનના બોલેરો કેમ્પર ઘરે રાખી હતી સવારે જોતા ઘર પાસે બોલેરો જણાઈ ન હતી. રાતના આરસામાં  1.50 લાખની બોલેરો કોઈ ઈસમ  હંકારી ગયો છે તે બાબતે  માધાપર પોલીસમાં ફરિયાદ નોંધાઈ  હતી. ઉલ્લેખનીય  છે કે, માધાપર  પોલીસની હદમાં અગાઉ પણ અનેક ચોરીની ફરિયાદ દાખલ થઈ છે જેમાં ઘણાના ભેદ ઉકેલાયા નથી.