ભચાઉના યશોદાધામમાં બોગસ તબીબ ઝડપાયો

copy image

copy image

ભચાઉ તાલુકાના યશોદાધામમાં ડિગ્રી વગર લોકોની દવા કરતા શખ્સની પોલીસે  તેની ધરપકડ કરી  હતી. આ શખ્સ  પાસેથી મેડિકલને લગતો રૂા. 11,193નો સામાન હસ્તગત કરાયો હતો. પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમ  ભચાઉ  બાજુ   રાત્રે  પેટ્રોલિંગમાં હતી,તે દરમ્યાન યશોદાધામમાં બસ સ્ટેન્ડ પાછળ એક શખ્સ ડોકટર ન હોવા છતાં ડોકટરની પ્રેકટીસ કરતો  હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ ત્યાં ધસી ગઇ હતી.  નામ વગરની દુકાનમાં ડોકટર તરીકે પ્રેકટીસ કરતા મૂળ પશ્ચિમ બંગાળ હાલે એક શખ્સના મકાનમાં રહેતા શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. 12 પાસ આ શખ્સ પાસેથી ડોકટરની  ડિગ્રી  કે નોંધણી અંગે પુછપરછ કરાતા આવો કોઇ આધાર પોતાની પાસે ન  હોવાનું આ શખ્સે  જણાવ્યું હતું.  દુકાનમાં  તપાસ કરતાં તેમાં એલોપથીની દવાઓ નજરે પડી હતી. ભચાઉના સરકારી મહિલા તબીબે આ  દવાઓ આ શખ્સ  કોઇને  પણ આપી શકે નહીં તેવો અભિપ્રાય આપ્યો હતો. 15 બાય 10ની આ દુકાનમાંથી સ્ટેથોસ્કોપ , રક્તચાપ માપવાનું  મશીન, જુદી જુદી બિમારી માટેની ટીકડી, સોડિયમ કલોરાઇડના બાટલા, ઇન્જેકશન, પાવડર વગેરે મળીને કુલ્લ રૂા. 11,193નો સામાન હસ્તગત કરવામાં આવ્યો હતો.