આઇપીએલપર સટ્ટો રમાડતા કરજણ તા.પં.સભ્ય સહિત ૪ ઇસમો પકડાયા

કરજણ તાલુકાના મેસરાડ ગામે કંબોલી વગામાં કરજણ તાલુકા પંચાયત સભ્યના આવેલા ફાર્મહાઉસવાળા મકાનમાં આઇપીએલની ક્રિકેટ મેચના સટ્ટા અંગેના રમાઇ રહેલા જુગાર પર બાતમી આધારે એલસીબીએ દરોડો પાડતાં રૂ. ૭૦,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે કરજણ તાલુકા પંચાયતના વલણ બેઠકના ભાજપના સભ્ય સહિત વડોદરાના બે મળી ચાર ઇસમોની અટક કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. કંબોલી વગામાં વાજીદ હુસેન મકબુલ સંધિનું ફાર્મ હાઉસ આવેલ છે. આ ફાર્મ હાઉસના મકાનના પ્રથમ માળે મિત્રો સાથે બેગ્લોર હૈદ્રાબાદ વચ્ચે રમાઇ રહેલી મેચનું જીવંત પ્રસારણ ચાલી રહ્યું હતું. જે મેચમાં પ્રત્યેક વ્યકિતગત ખેલાડીના પ્રદર્શન ટીવી ઉપર જોઇ તેમજ ટીમની હારજીત સેશન પર મોબાઇલ ફોનના માધ્યમ દ્વારા સટ્ટો લઇ જુગાર રમી રમાડતા હોવાની બાતમી એલસીબીને મળી હતી. પરિણામે દરોડો કરવા બાબતે પોલીસે જિલ્લા અધિક્ષકનું વોરન્ટ મેળની સ્ટાફના ચુનંદા માણસો તેમજ પંચો લઇ ખાનગી વાહનમાં બાતમી સ્થળે ફાર્મહાઉસમાં પહોંચી જતાં સટોડીયા ગભરાઇ ગયા હતા. તેઓ ભાગી છુટે નહી તે માટે કોર્ડન કરી લઇ વોરન્ટ બતાવી ચાર સટોડીયાઓને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી એલઇડી ટીવી રીમોર્ટ રૂ. 25,000  સેટપ બોક્ષ રીમોર્ટ કી રૂ.500, એક્ષટેન્શન બોર્ડ નં. ૧ રૂ. 100 ચાર્જર નંગ ૧ રૂ. 50, લેપટોપ તથા ચાર્જર રૂ. 25,000, પેન ડ્રાઇવ રૂ. 500, મોબાઇલ ફોન નંગ ૭ રૂ. 17,500 અને અંગજડતીના રૂ.1,880 મળી કુલ રૂ. 70,530 ના મુદ્દામાલ સાથે બે સ્થાનિક અને બે વડોદરાના મળી કુલ ચારની અટક કરી છે. જેમાં વાજીદ હુસેન મકબુલ સંધિ (ફાર્મહાઉસ માલિક) રહે. બામણ ફળીયુ, મેસરાડ, ઉસ્માન યાકુબ પટેલ રહે. હાજી ફળીયુ, મેસરાડ તથા આસીફ હનીફ શેખ રહે. ૧૦૦ કેજીએન પાર્ક એકતાનગર આજવા રોડ વડોદરા અને ઇલ્યાસ ઇસ્માઇલ સંધિ રહે. જમનાબાઇ હોસ્પિટલ પાછળ દોમુમીયા ખાંચો માંડવી વડોદરાનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી બધા પુરાવા અને સટ્ટાની નોંધણી તથા કમિશન વગેરે જપ્ત કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *