Crime ઊભેલા ટેમ્પો સાથે બાઇક અથડાતાં એક શખ્સનું મૃત્યુ, એક શખ્સને ઇજા 6 years ago Kutch Care News મરોલી-ઉભરાટ રસ્તા ઉપર આવેલ માંગરોળ ગામ પાસે ત્રણ સવારીબાઇક રસ્તા ઉપર ઊભેલા ટેમ્પો સાથે પાછળથી અથડાતા બાઇક પર પાછળ બેઠેલા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઇજા પહોચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મરોલી પોલીસ સ્ટેશનમાં નરેશભાઇ પૂનમભાઇ પટેલ (રહે. મંદિર ફળિયું, માંગરોળ, તા. જલાલપોર)એ આપેલી ફરિયાદ મુજબ તેમનો છોટા હાથી ટેમ્પો નંબર જીજે ૨૧ વી ૭૮૧૯ માંગરોળ ગામની હદમાં રસ્તાની એક સાઇડે ઊભો હતો તે દરમિયાન એક ગ્લેમર મોટરસાઇકલ નંબર જીજે ૫ એચઇ ૭૧૩૩નો ચાલક ઓમપ્રકાશ યાદવ (રહે. તાતીથૈયા, કડોદરા, સુરત) પોતાની મોટરસાઇકલ પર અન્ય બે શખ્સોને બેસાડી ત્રણ સવારી ઉભરાટ તરફથી પૂરઝડપે આવી રહ્યા હતો. બાઇકચાલકે પોતાની બાઇક ત્યાં ઊભેલા છોટા હાથી ટેમ્પો સાથે ધડાકાભેર અથડાવતા બાઇક પર પાછળ બેઠેલ નરેન્દ્ર રામબલી યાદવ (રહે. સોનીપાર્ક, કડોદરા, સુરત) ગંભીર ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે વચ્ચે બેઠેલા મનોજ યાદવને બંને પગે તથા આખા શરીરે ગંભીર ઇજા પહોચી હતી. બાઇકની ટક્કર લાગતા રસ્તા પર ઊભેલો ટેમ્પો નજીકનાં ખાડામાં પડી ગયો હતો. આ ફરિયાદને આધારે પોલીસે ઓમપ્રકાશ યાદવ સામે ઇ.પી.કો.ની કલમ તથા એમ.વી. એકટની કલમ તથા મુજબ ગુનો દાખલ કર્યો હતો. Continue Reading Previous આઇપીએલપર સટ્ટો રમાડતા કરજણ તા.પં.સભ્ય સહિત ૪ ઇસમો પકડાયાNext મકરપુરા રસ્તા પર બંધ મકાનનું તાળું તોડી 1.60 લાખની તસ્કરી More Stories Breaking News Crime Kutch વધુ એક હનીટ્રેપનો કિસ્સો આવ્યો સપાટી પર : ગાંધીધામના આધેડને હનીટ્રેપમાં ફસાવી 23 લાખ રૂપિયા પડાવનાર ટોળકી ઝડપાઈ 19 hours ago Kutch Care News Breaking News Crime Kutch દુધઇ નજીક ટેન્કર સાથે ટ્રેઇલર ધડાકાભેર અથડાતાં સર્જાયો અકસ્માત : અકસ્માતના 21 કલાક બાદ પણ ટ્રાફિક જામ 20 hours ago Kutch Care News Breaking News Crime Kutch માંડવીમાં વીજચોરી સામે આવતા 12.71 લાખની દંડનીય કાર્યવાહી કરાઈ 20 hours ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.