મોખા-ગુંદાલા ધોરીમાર્ગ પર ત્રેવડા ભારે વાહનનો અકસ્માત : ગંભીર ઇજાના પગલે  યુવાનનું મોત

copy image

copy image

મુંદરા તાલુકાના મોખા-ગુંદાલા ધોરીમાર્ગ પર રતાડિયાની સીમમાં શિવમ હોટલની સામે સોમવારના  રાતના આરસામાં  બે ડમ્પર અને એક ટ્રેઇલર એમ ત્રણ ભારે વાહનના ત્રેવડા અકસ્માતમાં ડમ્પર  ચાલક એવા મૂળ કોટડા  (ચકાર)ના હાલે  કેરા રહેતા 21 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું.આ ત્રેવડા અકસ્માત અંગે પ્રાગપર પોલીસ મથકે કેરા મૂળ કોટડા (ચ.)નાએ નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપી ટ્રેઇલરના ચાલકએ તેના કબજાનું ડમ્પર પૂરઝડપે-બેદરકારીથી ચલાવી ઓચિંતા બ્રેક મારતાં તેની પાછળ આવતા ફરિયાદીના પુત્રનું ડમ્પર તેની પાછળ ઘૂસી જતાં યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું. આ માર્ગે આવતાં અન્ય ટ્રેઇલરના ચાલકે અકસ્માત થયેલા યુવાનના ડમ્પરમાં પાછળ અથડાતાં તેને પગ તથા શરીરે ઇજા પહોંચાડી હતી. પ્રાગપર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી