કોટડા ચેક પોસ્ટ પાસેથી પોલીસે બે આરોપીને રૂ.૪.૭૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

copy image

copy image

ખાવડા આર.ઈ. પાર્કના સોલાર પ્લાન્ટની અંદરથી ગત સોમવારની રાતના અરસામાં  આરીખાણાના બે તસ્કરો રૂ.૮.૫૦ લાખની કિંમતની એક હજાર કિલો કોપરની પ્લેટોની ચોરી કરી ગયાની ફરિયાદ ખાવડા પોલીસ મથકે  નોંધાવી હતી. બીજી બાજુ પોલીસે બાતમીના આધારે કોટડા ચેક પોસ્ટ પાસેથી બંને તસ્કરોને કોપરની ૧૪ પ્લેટો, બલ્ડર ગાડી, મોબાઈલ વગેરે મળી કુલ.૩૪.૯૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ગત તા.૧૭ના આરીખાણા ગામના પૃથ્વીરાજસિંહ ઉર્ફે કિશનસિંહ બળવંતસિહ જાડેજા અને યશપાલસિંહ જુવાનસિંહ જાડેજા  રૂ.૮.૫૦ લાખની કિંમતના ૧૦૦૦ કિલો કોપરની પ્લેટો ચોરી ગયાની ફરિયાદ કંપનીના એરિયા ઓફિસર રાધવેન્દ્રસિંઘ બલવીરસિંધ ચૌહાણે ખાવડા પોલીસમાં નોંધાવી હતી. જેના પગલે ખાવડા પોલીસ મથકના પી.એસ.આઈ. એન.જે. ભગોરા તથા સ્ટાફ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ દરમ્યાન પોલીસને મળેલી બાતમીના આધારે કોટડા ચેક પોસ્ટ પાસેથી બંને આરોપીઓને પોલીસે આંતરી ચોરી કરેલી કોપરની ૧૪ પ્લેટો તેમજ બલ્કર ગાડી, બે મોબાઈલ, વગેરે મળી કુલ રૂ.૩૪.૯૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે તમામ મુદ્દામાલ સીઆરપીસી ૧૦૨ મુજબ જપ્ત  કરી બંને શખ્સોની અટકાયત કરી હતી. ત્યારપછી પોલીસે પકડાયેલા પૃથ્વીરાજસિંહ અને યશપાલસિંહની પૂછપરછ કરવા માટે અદાલતમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માગણી કરતા અદાલતે તા.૨૧ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.