ટાગોર રોડ પર ઓવરબ્રિજ બન્યા પછી પણ લોકો ત્રસ્ત

copy image

copy image

ગાંધીધામ, આદિપુરને જોડતાં ટાગોર રોડ પર ઓસ્લો સર્કલ પર બ્રિજ બાંધવામાં આવ્યા પછી ટ્રાફિકની સમસ્યાનો હલ આવશે તેવી આશા જાગી હતી, પરંતુ એક યા બીજા કારણોસર યોગ્ય વ્યવસ્થાના અભાવે વાહનચાલકોને ઉલમાંથી ચૂલમાં પડવા જેવી સ્થિતિમાં મુકાવું પડે તેવું બની રહ્યું છે. સવારના સમયે કલાકો સુધી ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. ઓસ્લો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા પછી ટ્રાકિનું ભારણ હળવું થશે તેવી અપેક્ષા હતી અને ટ્રાફિકથી ધમધમતા રોડ પર ટ્રાફિક નિયમન વ્યવસ્થિત થશે તેવી અપેક્ષાઓ પણ ઊભી થઈ હતી, પરંતુ પુલની બંને સાઈડ પર ટ્રાફિક નિયમનના અભાવ કે અન્ય કારણોસર વાહનચાલકોને મુશ્કેલીમાં મૂકાવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ટ્રાફિક જામથી વાહનચાલકો અકળાઈ રહ્યા છે. ટ્રાફિક વ્યવસ્થા જાણવાઇ રહે તે માટે સિગ્નલના સમયમાં જરૂર પડે ફેરફાર કરવાથી લઈને ટ્રાફિક પોઇન્ટ વધારવા સહિતની માગણી વાહનચાલકો કરી રહ્યા છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યા પછી યોગ્ય સુવિધા ઊભી થશે તેવી આશા પર હાલ પાણી ફરી વળ્યું હોય તેવી પણ સ્થિતિ વાહનચાલકો અનુભવી રહ્યા છે.