ભચાઉમાં દેશી બંદૂકનો સરસામાન લઈ જતા બે ઝડપાયા
copy image

ભચાઉના જુનાવાડા વિસ્તારમાંથી પોલીસે બે શખ્સને પકડી પાડી તેમની પાસેથી બંદૂક બનાવવાના સાધનો હસ્તગત કર્યાં હતા. ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી પોલીસને આનંદ ઉર્ફે કાળુ કરશન કોળી તથા સોયબ કાસમ ભટ્ટી નામના શખ્સો કોથળામાં દારૂ ભરીને જુનાવાડાથી હાઈવે રોડ તરફ આવી રહ્યા હોવાની પૂર્વ બાતમી મળી હતી. જેથી હાઈવેથી જુનાવાડા ગણેશટીંબી તરફ જતાં આ બંને શખ્સો પગપાળા આવતા જણાયા હતા. બંનેને પકડી પાડી તેમની પાસે રહેલ કોથળાની તપાસ લેતા. તે માંથી લોખંડની બંદૂકની ગોળાકાર કાળાશ પડતી નાળ, દારૂગોળો ખાંડવા નો લોખંડનો સળિયો, બંદૂકમાં બેસાડવાની ચાંપ (ટ્રીગર), પિત્તળ જેવી કાળાશ પડતી ધાતુના ચાર કાર્ટિસ, લોખંડના નાના મોટા 30 છરા, કાળા રંગનો 100 ગ્રામ ગન પાઉડર મળીને કુલ રૂા. 1700નો સામાન કબ્જે કરવામાં આવ્યો હતો . આ શખ્સો સામાન ક્યાંથી લઈ આવ્યા હતા અને તેનું શું કરવાના હતા તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી