આદિપુરમાં પોલીટેકનીક કોલેજની પાર્કિંગમાં સ્કુટી ચોરાઈ

scooty chor

copy image

copy image

આદિપુરમાં પોલીટેકનીક કોલેજની પાર્કિંગમાં સ્કુટી ચોરી થઈ ગયાની ઘટના બની હતી. આદિપુર પોલીસ સ્ટેશનમાં ભાનુચંદ્ર ગડુપાલીએ અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું કે ગત 14/6ના બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા દરમ્યાન તેમણે તેમની 40 હજારની કિંમતની સ્કુટી પાર્ક કરી હતી. જે પાછુ આવી જોતા જોવા મળી નહતી. જેથી અજાણ્યા શખ્સ પોલીટેકનીકની પાર્કિંગમાંથી સ્કુટી ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આદિપુર શૈક્ષણિક હબ છે ત્યારે કોલેજની પાર્કિંગમાંથી ચોરી થતા છાત્રોમાં વાહન પાર્કિંગને લઈને પણ શંકા ઉપજી રહી છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી .