તુણામાં પ્રૌઢે અને અંજારની યુવતીએ ફાંસા ખાઇ જીવ ગુમાવ્યા

suisaid

copy image

suisaid
copy image

અંજાર તાલુકાના તુણા ગામમાં રહેનાર પ્રૌઢ એ ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો. તો  બીજીબાજુ અંજારના રાઘવનગર  વિસ્તારમાં યુવતીએ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું જ્યારે માંડવી તાલુકાના બિદડાની યુવતીએ વાની  બીમારીથી કંટાળી એસિડ પી લેતાં સારવાર દરમ્યાન મૃત્યુ પામી હતી. તુણા ગામમાં બહારના વાસમાં  રહેનાર કાસમ  બાપડા  નામના પ્રૌઢે ગત તા. 18/6ના પોતાના ઘરે હતા ત્યારે તેમના પત્ની  આઇશાબાઇ ભુજ ગયા હતા.  આ મહિલા  રાતના  11 વાગ્યે પરત ઘરે પહોંચતાં તેમના પતિ લટકતી હાલતમાં મળી આવ્યા હતા.  આધેડે પોતાના ઘરના  રસોડામાં  રસ્સી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. બનાવ પાછળનું કારણ જાણવા પોલીસે આગળની તપાસ  હાથ ધરી હતી . બીજી બાજુ અંજારના રાઘવનગર વિસ્તારમાં  સાંજના આરસામાં આ  અપમૃત્યુનો બનાવ બન્યો હતો. દબડાના આ વિસ્તારમાં  રહેનાર શ્વેતાબા નામની યુવતી પોતાના ઘરે હતી તે દરમ્યાન, અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી  લીધું હતું. આ યુવતીએ કેવા કારણોસર આવું પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી . માંડવી  તાલુકાના બિદડામાં આંબેડકરનગરમાં રહેતી યુવતી મનીષાબેન મૂળજીભાઇ વિંઝોડાએ પોતાની વાની બીમારીથી કંટાળીને પોતાના ઘરે તા. 30/5ના 10 વાગ્યાના અરસામાં  એસિડ ગટગટાવી લેતાં  સારવાર હેઠળ તેનું મોત  નીપજ્યું હતું.  કોડાય પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.