ભાચુંડામાં નદીમાંથી થઇ બેફામ રેતીચોરી
copy image

અબડાસા તાલુકાના ભાચુંડા ગામે આવેલી નદીમાંથી અમુક ભૂમાફિયાઓ દ્વારા રેતીની ચોરીઓ થઈ રહી છે. દિવસ હોય કે રાત આ લોકો દ્વારા ખુલ્લેઆમ ચોરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભાચુંડા ગામે જમીન દબાણના કિસ્સાઓ પણ બહાર આવી રહ્યા છે. સરકારી ટાવર્સ પૈકીની શ્રીસરકાર જમીનમાં પણ ગેરકાયદેસર રીતે વાવેતર કરવામાં આવે છે તેમજ ગૌચર જમીન ઉપર દબાણ કરવામાં આવી રહ્યા છે. આ બાબતે અમુક લોકો ઉપર કેસો પણ કરવામાં આવેલ હતા પણ રેવન્યુ ખાતાવાળાએ આવા કેસોને ધોઈને પી ગઈ હોય એવું લાગી રહ્યું છે. આ લોકો ઉપર કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. ગૌચર જમીન જ્યારે ખુલ્લી હતી ત્યારે અમે લોકોએ માપણી કરાવી હતી પણ દબાણ થયા બાદ સરકાર પોતાના ખર્ચે માપણી કરાવે તેવી ગામ લોકો દ્વારા માગ ઉઠી હતી . બીજું ગામના માજી સરપંચ જીતુભા દાનસંગજી સોઢા અને ગૌચર સમિતિના ગૌસેવક જાડેજા ખુમાનાસિંહ ભીમજી એવું જણાવી રહ્યા છે કે આવા માફિયાઓ સામે તંત્ર કોઈ પગલાં ન લેતાં આ લોકો વિના રોકટોક અને નિર્ભય બની ખનિજચોરી કરી રહ્યા છે.