ભુજ- મુન્દ્રામાં વધુ 18 વાહન ચાલકોએ  નિયમભંગ કરતાં 1.26 લાખનો દંડ

copy image

copy image

કચ્છ જિલ્લામાં સ્કૂલ વાહનોની તપાસ ગુરુવારે પણ યથાવત રહી હતી. માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા ભુજ ઉપરાંત મુન્દ્રા શહેરમાં શાળામાં બાળકોને લઈ જતા વાહનોની તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યાં નિયમભંગ કરનાર  18 વાહનચાલકોને ચલણ ઇશ્યુ કરી 1.26 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.આરટીઓ દ્વારા ભુજમાં તો ચેકિંગ ચાલુ જ છે સાથે નખત્રાણા, માંડવી બાદ મુન્દ્રામાં પણ તપાસ કરાઈ હતી. જિલ્લાના દરેક તાલુકામાં ચેકિંગ અવિરત ચાલુ રહેશે. દરમ્યાન પૂર્વ કચ્છમાં અંજાર આરટીઓ દ્વારા ત્રીજા દિવસે રાપર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં 3 સ્કૂલ વાહન ચાલકો પાસેથી 5,000 ના દંડની રિકવરી કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી પૂર્વ અને પશ્ચિમ આરટીઓ કચેરી દ્વારા કુલ 154 વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.