કેરા કુંદનપુર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા કરાઈ યોગ દિવસની ઉજવણી

કેરા કુંદનપુર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ ખાતે કરાઈ યોગ દિવસની ઉજવણી તારીખ ૨૧ જૂન ૨૦૨૪ શુક્રવાર એટલે કે વિશ્વ યોગ દિવસ… આ ૧૦માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કેરા કુંદનપુર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ સંસ્થાના કપિલ કોર્ટ પ્લે ગ્રાઉન્ડ- કેરા મધ્યે સવારના ૭:૩૦ થી ૮:૪૫ ના સમય દરમિયાન કરવામાં આવી જેમાં સંસ્થાના બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓએ ઊંડાણપૂર્વક યોગાભ્યાસ કરેલ છે તેવા કુમારી દર્શના મનસુખ વેકરીયા તેમજ કુમાર નરેશ ધનજી ગામી ના માર્ગદર્શન હેઠળ સુર્યનમસ્કાર, મંત્રોચ્ચાર, યોગાસનો, યૌગિક ક્રિયાઓ તેમજ પ્રાણાયામ પણ કરાવવામાં આવ્યાં. યોગ સાધના નાં આ કાર્યક્રમમાં ગુજરાતી-અંગ્રેજી પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, આઈ.ટી.આઈ. નાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ, સંસ્થાના સંચાલક ટ્રસ્ટીશ્રીઓ પૈકી પ્રમુખ દેવેન્દ્ર વાઘજીઆણી, ડૉ. દિનેશ પાંચાણી, ધીરજલાલ લાધાણી, હરીશ ખેતાણી, ગ્રામજનો, હોમગાર્ડના જવાનો, વાલીશ્રીઓ અને કાર્યકર્તાઓ હેત પૂર્વક જોડાઈ યોગાભ્યાસ કર્યો હતો. બાલમંદિર અને પ્રાથમિક શાળાના નાનાં બાળકોએ પોતાના શિક્ષકોનાં માર્ગદર્શનમાં યોગાભ્યાસ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી