ભુજમાં છ મહિલા સહિત સાત ખેલીની ધરપકડ
copy image

ભુજના ગણેશનગરમાં રહેણાકના મકાનની આગળ આવેલા ખુલ્લા આંગણાંમાં ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમતા છ મહિલા સહિત સાત ખેલીઓની ધરપકડ કરી ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે રોકડા રૂા. 10,950 તથા પાંચ મોબાઈલ કિં. રૂા. 25,000 મળી કુલ રૂા. 35,950નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ગણેશનગરમાં આવેલા આશાપુરા ગરબી ચોકમાં રહેતા ધર્મેન્દ્રસિંહ જટુભા સોઢાના કબજાના રહેણાક મકાન આગળના ખુલ્લા આંગણાંમાં પત્તા ટીંચતા ધર્મેન્દ્ર ઉપરાંત દક્ષાબેન દિનેશભાઈ રાઠોડ, દક્ષબેન ભીખાલાલ વાળંદ, લક્ષ્મીબેન ભાવેશભાઈ ગૌસ્વામી, ઈન્દુબા જટુભા સોઢા, નીતાબેન નરોત્તમભાઈ વાળંદ અને પાર્વતીબેન હરિલાલ વાળંદને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા સાતેય આરોપી પાસેથી રોકડ તથા મોબાઈલ હસ્તગત કરી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.