મોરબીમાં રૂ. ૯૦ હજારની બનાવટી ચલણી નોટો ઝડપાઇ : ૧ શખ્સની અટક

મોરબીમાં રૂ. ૯૦ હજારની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે એક ઈસમને એસઓજીની ટીમે ઝડપી પાડયો છે. જાલી નોટ પોતાના ઘરે જ મશીનમાં છાપતો હોવાની ચોંકાવનારી કબૂલાત પણ ઇસમે આપી છે. જો કે આ ઈસમ પહેલા પણ નોટબંધી વખતે રૂ. ૩૦ લાખની જૂની નોટ સાથે પોલીસની ઝપટે ચડયો હોવાનું જાણવા મળ્યું છે. મોરબી એસઓજી ટીમે સેન્ટમેરી સ્કૂલથી આગળ રેલવે પાટાની આગળ મનીષ મંગળભાઈ પટેલ ઉ.વ. ૩૧ રહે. હાલ કૃષ્ણનગર-૨, ગાયત્રીનગર પાસે, વાવડી રોડ, મોરબી મૂળ રહે. સોખડા તા. વિજાપુર જી. મહેસાણાવાળાને ૨ હજારની ૪૦ નંગ અને ૧૦૦ની ૧૦૦ નંગ મળી કુલ રૂ. ૯૦ હજારની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે ઝડપી પાડયો છે. જાલી નોટ સાથે ઝડપાયેલો આ ઈસમ આંગડિયા પેઢીનો પૂર્વ કર્મચારી છે. અગાઉ તે નોટબંધી વખતે પણ મોરબીમાં રૂ. ૩૦ લાખની જૂની નોટ સાથે ઝડપાયો હતો. એસઓજીએ આ ઈસમને એ ડિવિઝન પોલીસને સોંપ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમા આ ઈસમ પોતાના ઘરે જ જાલી નોટ છાપતો હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *