ભચાઉમાં છત પર ગીતો વગાડવા મુદ્દે યુવાન ઉપર હુમલો: આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ
copy image

ભચાઉના ભટ્ટ પાળિયા વિસ્તારમાં છત ઉપર ગીતો વગાડવા મુદ્દે 8 લોકોએ યુવાન ઉપર લાકડીઓ વડે હુમલો કર્યો હતો, તેને છોડાવવા આવનાર માતાને પણ માર મરાયો હતો, એટલું જ નહીં માતા-પુત્ર સારવાર માટે જઈ રહ્યા હતા ત્યારે પણ તેમને ધમકીઓ અપાઈ હોવાની ફરીયાદ ભચાઉ પોલીસ મથકે નોંધાઈ હતી . ભચાઉના ભટ્ટ પાળીયા વિસ્તારમાં રહેતા વીશાલભાઈ ખીમજીભાઈ પરમારે નોંધાવેલ ફરિયાદ મુજબ, ગત રાત્રે સવા નવ વાગ્યે તેઓ પોતાના ઘરની છત ઉપર મોબાઇલમાં ગીતો વગાડી રહ્યા હતા ત્યારે બાજુના ઘરમાં રહેતા હસુમુખભાઈ ખીમજીભાઈ રાઠોડ, કરણ કાનજી રાઠોડ, ભાવેશ ખાનજી રાઠોડ, જયેશ ખાનજી રાઠોડ, ખીમજી હીરા રાઠોડ, ખાનજી હીરા રાઠોડ, હીરા રાઠોડ અને કાનજી રાઠોડે ગીતો કેમ વગાડશ કહેતાં તેમણે મારી છત ઉપર વગાડું છું તમને શું તકલિફ થાય છે કહેતાં આઠે શખ્સોએ લાકડી વડે હુમલો કરી તેમને ઇજા પહોંચાડી હતી, તેમને બચાવવા વચ્ચે આવેલા તેમના માતાને પણ માર મરાયો હતો, એટલું જ નહીં રીક્ષામાં બેસી તેઓ સારવાર અર્થે જઈ રહ્યા હતા ત્યારે પણ રસ્તામાં આરોપીઓએ ગાળો આપી ધમકીઓ આપી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યુ હતું. પોલીસે ફરિયાદના આધારે આઠ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી