માધાપરમાં વૃદ્ધે બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
copy image

માધાપરમાં નવાવાસમાં જલારામ સોસાયટીમાં રહેતા એક ૬૫ વર્ષીય વૃદ્ધે બીમારીથી માનસિક કંટાળી જઈ સવારના અરસામાં પોતાના ઘેર ગળેફાંસો ખાઈ જીવ ગુમાવ્યો હતો . પ્રાપ્ત માહિતી મુજબ માધાપરના નવાવાસમાં જલારામ સોસાયટીમાં રહેતા ધીરજભાઈ લાલજીભાઈ વાઘમશી નામના ૬૫ વર્ષના વૃદ્ધને છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારી હોઈ જેથી તેઓએ બીમારીથી કંટાળી જઈ શુક્રવારે વહેલી સવારના ઓઢણી વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે માધાપર પોલીસને શાંતિભાઈ લાલજીભાઈએ જાણ કરતાં પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી