ગાંધીધામના ચાવલા ચોકથી દારૂની બોટલ સાથે બે શખ્સ ઝડપાયા
 
                copy image

ગાંધીધામમાં સુરક્ષા વ્યવસ્થાને ગત દિવસોમાં વધુ સઘન કરાઇ છે ત્યારે ગાંધીધામના પ્રવેશદ્વાર સમા ચાવલા ચોક વિસ્તારમાં રાતના અરસામાં એક કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. જે સાથે પોલીસે બેને પકડી પાડ્યા હતા. ગાંધીધામના ચાવલા ચોકમાં પોલીસ મોડી રાત્રે તપાસમાં હતી ત્યારે રેલવે સ્ટેશન તરફથી આવતી એક કારને ઈશારો કરીને ઉભી રખાવી ચેક કરતા તેના સીટ નીચેથી એક દારુની બોટલ મળી આવી હતી. પોલીસે ક્રિશ્નાસિંગ વિક્રમસિંહ રાઠોડ (ઉ.વ. 27) અને હિમાંશુ પ્રવીણભાઈ મારુ (ઉ.વ.24) વિરુદ્ધ ગુનો દાખલ કરીને દારુની બોટલ અને કાર ગણીને 3.50 લાખની મતા કબ્જે કરી હતી.
 
                                         
                                        