મોડવદરમાં સગીરાનું અપહરણ
copy image

અંજારનાં મોડવદરની સીમમાં આવેલી ખાનગી કંપની પાછળ પરપ્રાંતિય શખ્સ સગીરાનું અપહરણ કરી લઈ ગયો હતો.જેની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ મુજબ ફરિયાદીની ૧૪ વષીય સગીર દિકરીનું આરોપી અર્જુન કૈલાશભાઈ (રહે. મધ્યપ્રદેશ)એ અંજારનાં મોડવદરની સીમમાં આવેલી તિરૂપતિ હિલ્સ પ્રા. લિમિટેડ પાછળથી ફરિયાદીનાં કાયદેસરમાં વાલીપણામાંથી તેનું અપહરણ કરી લઈ ગયો હતો. જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.