પાનધ્રોના એકતા નગરમાં યુવાન પર ૩ શખ્સોનો હુમલો
copy image

લખપત તાલુકાના પાનધ્રોના એકતા નગરમાં રહેતા એક યુવાન પર ચાની હોટલ પર નવાનગરમાં રહેતા ત્રણ શખ્સોએ જૂના મનદુ:ખના કારણે તીક્ષ્ણ હથિયાર અને ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ લખપત તાલુકાના પાનધ્રોના એક્તા નગરમાં રહેતા વિષ્ણુદાન કરણીદાન ગઢવી (ઉ.વ.૨૧) ચાની હોટલ પર તેના મિત્ર શિવરાજ ગઢવી સાથે બેઠો હતો ત્યારે નવાનગરમાં રહેતા ધવલ કેશાજી દવે, રાહુલ કેશાજી દવે અને છગત વીજાજી નાણાવટીએ આવી જૂના ઝઘડાના મનદુ:ખના કારણે તીક્ષ્ણ હથિયાર વડે તેમજ ધોકા વડે હુમલો કરી, માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નારાયણ સરોવર પોલીસ મથકે નોંધાવી હતી.