મુંદરામાં અદાણી પોર્ટ પર કામ કરતા શ્રમિકનું નીચે પટકાતા મોત
copy image

મુંદરામાં અદાણી પોર્ટ પર કામ કરતા મૂળ પશ્ચિમ બંગાળના અશોકપ્રસાદ ચંદનપ્રસાદ શા નામના યુવાનનું નીચે પટકાવાથી ગંભીર ઈજાના કારણે મોત થયું હતું. અદાણી પોર્ટ પર લાગેલા વેસલમાં કામ કરતા અશોકપ્રસાદનો પગ લપસી જતાં દશેક ફૂટની ઊંચાઈએથી પટકાયો હતો, જેમાં તેને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક અદાણી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે આદિપુરની ડિવાઈન લાઈફ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં સારવાર હેઠળ આ યુવાને દમ તોડયો હતો. મુંદરા પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી .