ગાંધીધામના રેલવે યાર્ડમાં ટ્રક અડફેટે આવતા એકનું મોત એક સારવાર હેઠળ
copy image

ગાંધીધામના રેલવે યાર્ડમાં ધસમસતા આવી રહેલા ટ્રકે બે શ્રમિકને અડફેટે લીધા હતા. જેમાંથી એક ટ્રક નીચેજ આવી જતા તેનું મોત નિપજ્યું હતું, તો અન્ય એકને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ગાંધીધામ રેલવે પોલીસ મથકે 38 વર્ષીય દિલીપકુમાર ચરિત્રદાસએ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ મુજબ તેવો અને તેના મિત્ર રામભરોષ શાહ રેલવેની રેકોનું લોકિંગ અનલોકિંગનું કામ કરે છે ગત 20/6ના રાત્રીના બન્ને સાથે સીમેન્ટની દિવાલ પાસે પાણી પીવા ગયા, આ દરમ્યાન તેવો પાણી પીતા હતા ત્યારે ઉતર દિશાથી બેફામ ગતીએ આવી રહેલી ટ્રકે ખાલી સાઈડથી બન્નેને અડફેટે લીધા હતા. જેમાંથી ફરિયાદીની સાથે રહેલો રામ ભરોષ શાહ પર ટ્રકના ટાયર ફળી વળ્યા હતા. જેના કારણે ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું, તો ફરિયાદીને હાથ અને પગમાં ઈજા પહોંચતા આદિપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આ ઘટના થયા બાદ આરોપી ટ્રક ચાલક પોતાની ટ્રક ત્યાંજ મુકીને નાસી ગયો હતો. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી