મિરજાપરમાં જુગાર રમતી ચાર મહિલા સહિત પાંચ ઝડપાયા

copy image

copy image

મિરજાપરના યક્ષનગરીમાં અને માંડવીમાં જાહેરમાં જુગાર રમતા ખેલીઓ પર પોલીસ ત્રાટકી હતી. મિરજાપરમાં ચાર મહિલા સહિત પાંચ અને માંડવીમાં ચાર ખેલીને પોલીસે પકડી  પાડયા હતા. સાંજના અરસામાં  મિરજાપરના યક્ષનગરીમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા નટુભા સોઢા (સુખપર), ગજરાબા ચૌહાણ (માધાપર), ઉર્મિલાબેન સોની (ભુજ), શિલ્પાબેન ગોસ્વામી (માધાપર) અને હિનાબેન ગુસાઈ (મિરજાપર)ને રોકડા  રૂા. 7490 તથા ચાર મોબાઈલ કિં. રૂા. 15,500 એમ કુલ રૂા. 22,990ના મુદ્દામાલ સાથે એ-ડિવિઝન પોલીસે ધરપકડ કરી  કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજી તરફ સાંજના અરસામાં  માંડવીના દાદા ડેરી પાસે દાતણિયાવાસ નજીક આવેલી મંશાપીરની દરગાહની બાજુમાં બાવળોની ઝાડીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા લક્ષ્મણ બાબુ પટ્ટણી (દુર્ગાપુર), ઈકબાલ સલીમ મિયાણા, વિનોદ ઉર્ફે મોગલી ફકીરા પટ્ટણી અને વિજય શંકર પટ્ટણી (રહે. ત્રણે માંડવી)ને રોકડા રૂા. 2170ના મુદ્દામાલ સાથે માંડવી પોલીસે ઝડપી કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.