ભુજમાં મકાનના આંગણામાં પત્તા ટીંચતા ચાર ખેલી ઝડપાયા
copy image

ભુજના ભીડા નાકા બહાર મકાનના આંગણામાં ગંજીપાના વડે જુગાર રમતા ચાર ખેલીને પોલીસે પકડી પાડયા હતા. બી-ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, ભીડનાકા બહાર દાદુપીર રોડ પર મમણ ફળિયામાં રહેતા રજાક ઇબ્રાહિમ સાડના મકાનના આંગણામાં ગંજીપાના વડે જુગાર રમાઇ રહ્યો છે. બાતમીના પગલે પોલીસે દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમતા રજાક ઉપરાંત અલીમામદ ઇબ્રાહિમ મોકરશી, ગની સલેમાન શેખ અને સાલેમામદ સુરંગી (રહે. ચારે ભુજ)ને રોકડા રૂા. 10,300ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.