હરૂડીના પાંચ મંદિરોના તાળાં તોડીને રૂ.૧.૦૧લાખના મુદ્દામાલની ચોરી

copy image

copy image

ભુજ તાલુકાનાં હરૂડી ગામે આવેલાં પાંચ મંદિરને નિશાચરોએ દાનત બગાડીને દાનપેટીઓને નિશાન બનાવી એક લાખની ચોરી કર્યાના બનાવનાં પગલે નાનાં એવાં ગામમાં ચિંતા સાથે ચકચાર પ્રસરી હતી . આ ચિંતાપ્રેરક ચોરીના બનાવ અંગે પદ્ધર પોલીસ મથકે હરૂડીના વેરાભાઈ શકુભાઈ રબારીએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ ગામના શેષ માતાજી અને ગાત્રાળ માતાજીનાં મંદિરમાં સેવા-પૂજા કરે છે. ગામનાં મંદિરોના દરવાજાને તાળાં મારતાં નથી અને દાનપેટી મંદિરની આગળ રખાય છે. ફરિયાદી વેરાભાઈ  સેવારના અરસામાં  રાબેતા મુજબ સેવા-પૂજા કરવા ગયા ત્યારે બન્ને મંદિરના દરવાજા ખુલ્લા હતા અને દાનપેટીઓ ગુમ હતી. આથી તેમણે ગામના આગેવાનોને ફોન કરી જાણ કરી હતી અને ગામનાં અન્ય મંદિરો પણ ચકાસતાં મોમાય માતાજી મંદિર, આયુ માતાજી મંદિણરની દાનપેટીઓ ગુમ હતી. પાબુજી દાદા મંદિરમાં તપાસ કરતાં ચાંદીની ઘોડાવાળી મૂર્તિ ગુમ હતી અને આ મંદિરની પાછળ તમામ દાનપેટીઓ ખાલી, ખુલ્લી પડેલી હતી. ગામનાં મંદિરોની દાનપેટીઓ નોરતામાં દર વર્ષે ખોલી હિસાબ કરાય છે. આમ આ પાંચેય મંદિરમાંથી અંદાજે રૂા. 1,01,000ના મુદ્દામાલની અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. પદ્ધર પોલીસે ફરિયાદ નોંધી કાર્યાવહી હાથ ધરી હતી .