ખારીરોહર સીમમાં ગોડાઉનમાંથી 2.95 લાખની મસૂર દાળની તસ્કરી
copy image

ગાંધીધામ તાલુકાના ખારીરોહર સીમમાં આવેલા ગોડાઉનમાં અજાણ્યા શખ્સો 2.95 લાખની કિંમતની મસૂર દાળની બોરીની ચોરી કરી ગયા હોવાનુ બહાર આવ્યુ હતું. શાંતિલાલ ગોડાઉનમાં આવેલા ગોવિંદ ટેડર્સ ગોડાઉન નં.5 (સર્વ નં. 155/1, ખારીરોહર સીમ)માં ગત તા.15/6ના સાંજેના 7 વાગ્યાથી તા.21/6ના બપોરે ત્રણ વાગ્યા સુધીના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. ફરિયાદી પુરનમલ શ્રીકિશનલાલ બુનકરઉની નોંધાવેલ ફરિયાદ મુજબ અજાણ્યા શખ્સો ગોડાઉનમાં પાછળના શટરવાળા દરવાજામાંથી અંદર પ્રવેશ્યા હતા. તસ્કરો અહીંથી મસૂર દાળની 90 બોરીની ઉઠાંતરી કરી ગયા હતા. ચોરાયેલા માલની કિંમત રૂા. 2,95,470 આંકવામાં આવી છે. આ ગોડાઉનમાં કુલ 1,14,720 બોરીઓ હોવાનું ફરિયાદમાં લખવામાં આવ્યું હતું. આ કૃત્યમાં સામેલ તહોમતદારોને પકડી પાડવાની દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી