નાગોર, ઝુરા, નાડાપા અને મિરજાપરથી સગીરાના અપહરણ થતાં વાલીઓએ નોંધાવી ફરિયાદ

copy image

copy image

ભુજ તાલુકાના નાગોર, ઝુરા, નાડાપા અને મિરજાપરથી સગીરાના અપહરણ થતાં જે  તે પોલીસ મથકે વાલીઓએ ફરિયાદ નોંધાવી હતી . નાગોરમાંથી આરોપી કરીમ ઉર્ફે અભલુ સિધિક મમણ (રહે. નાના વરનોરા)એ તા. 21/6ના બપોરના અરસમાં સગીરાનું ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો, જ્યારે ઝુરામાંથી આરોપી ઓસમાણ ગની સુલેમાન અભડા (રહે. ભખરિયા, તા. ભુજ) ફરિયાદીની સગીર વયની કન્યાનું બદકામના ઈરાદે વાલીના કાયદેસરના વાલીપણમાંથી અપહરણ કરી લઈ ગયો હતો. માધાપર પોલીસે બન્ને ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી . જ્યારે મિરજાપરમાંથી પણ 16 વર્ષની સગીરાનું સમીલ અબ્દુલ જુણેજા (રહે. સુખપર) લલચાવી  ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી તા. 22/6થી 23/6 દરમ્યાન અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે વાલીએ નોંધાવી હતી . આ ઉપરાંત નાડાપા સીમની વાડીમાંથી તા. 21/6થી 22/6 દરમ્યાન ખેતમજૂરની 16 વર્ષની સગીર દીકરીને આરોપી મુકેશ દયાલભાઈ કોલી  (રહે. રાપર) લગ્નની લાલચ આપી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપરણ કરી લઈ ગયાની ફરિયાદ પદ્ધર પોલીસ મથકે નોંધાવી હતી .