ભારાપરમાં બનેવી પર સાળા સહિત બે શખ્સોનો હુમલો
copy image

ભુજ તાલુકાના ભારાપર ગામે રહેતા એક યુવાન પર ગાંધીધામમાં રહેતા સાળા સહિત બે શખ્સોએ ધોકા વડે હુમલો કરી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ માનકુવા પોલીસમાં નોંધાવી હતી. ભુજ તાલુકાના ભારાપર ગામે આંબેડકરનગરમાં રહેતા વેલજી નારણ મહેશ્વરીને તેની પત્ની સાથે ઝગડો થતાં પત્ની એક વર્ષથી પિયર જતી રહી હતી. જે અંગેના મનદુ:ખના કારણે વેલજીભાઈના ગાંધીધામમાં રહેતા સાળા નરસિંહ પાલા સિંચ અને મેહુલ પરમારે ઘરે આવી ધોકા વડે હુમલો કરી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ માનકુવા પોલીસમાં નોંધાવી હતી.