સાપેડા પાસે છોટા હાથીના અડફેટે આવતા પુત્રની નજર સામે પિતાનું  મોત નીપજયું

copy image

copy image

અંજારના સાપેડા બાયપાસ નજીક બાઇક પર રસ્તો ક્રોસ કરી રહેલા પિતા પુત્રને પૂરપાટ જતા છોટા હાથીના ચાલકે અડફેટે લેતાં પુત્રની નજર સામે પીતાનો જીવ ગયો હોવાની ઘટના અંજાર પોલીસ મથકે નોંધાઈ હતી. સાપેડામાં રહેતા નવિનભાઈ બાબુભાઇ બરારિયાએ નોંધાવેલ ફરિયાદ મુજબ, તા.13/6ના તેઓ પિતા બાબુભાઈ બરારીયા સાથે કાકા માદેવાભાઈ બરારીયાની બાઇક લઇને વાડીએ જવા નિકળ્યા હતા, ત્યારે સાપેડા બાયપાસ નજીક હાઇવે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અંજાર તરફથી પૂરઝડપે આવી રહેલા છોટા હાથીના ચાલકે બાઇકને અડફેટે લેતાં પિતા પુત્ર બન્ને રોડ પર પટકાયા હતા. અકસ્માત સર્જનાર છોટા હાથી ચાલક વાહન ઉભું રાખી નાસી ગયો હતો. તેમના પિતાને માથામાં ગંભીર ઇજા હોવાથી પુષ્કળ લોહી નીકળી રહ્યું હતું. રોડ પર આવેલી હોટલના સંચાલક મ્યાજરભાઈ બરારીયા તેમજ ગામના લોકો ભેગા થઇ ગયા હતા અને ઈનોવા કારમાં પિતાને અંજાર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા પણ ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. લૌકીક વીધીઓમાં રોકાયેલા હોવાને કારણે ફરીયાદ મોડી કરી હોવાનું જણાવી તેમણે જીવલેણ અકસ્માત સર્જી વાહન મુકી નાસી ગયેલા છોટા હાથી ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.