ચોપડવાની આવેલી કંપનીમાં નીચે પટકાતાં શ્રમિકનું મોત
copy image

ભચાઉના ચોપડવાની સીમમાં આવેલી કંપનીમાં નીચે પડી જતાં માથામાં ગંભીર ઇજાના પગલે શ્રમિકનું મોત નીપજયું હતું. ચોપડવા સીમમાં આવેલી બ્રાઈડ ઈન્ડો કંપનીમાં મીઠાની બોરીનું લોડિંગ અનલોડીંગનું કામ કરી રહેલો યુવાન મુળ મધ્યપ્રદેશના હાલે ચોપડવાની કંપનીમાં કામ કરતા તુલસીદાસ રાજેશ કોલે નોંધાવેલ અકસ્માત મોતની ઘટનામાં મુજબ, 30 વર્ષીય સુજિતડડુમાન કોલ જે તેમના મામા થાય, બન્ને જણા તા.21/6 ના રોજ સાંજના સાત વાગ્યાના અરસામાં મીઠાની બોરીનું લોડીંગ અનલોડીંગ કરી રહ્યા હતા સુજિતને તરસ લાગતાં પરથી નીચે ઉતર્યો ત્યારે પડી જતાં માથામાં ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું.