કિડીયાનગરમાં 9 હજારના દારૂ સાથે એક શખ્સ પકડાયો

copy image

copy image

કિડીયાનગર નજીક આવેલા સબ સ્ટેશન પાસે 9 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો લઇ ઉભેલા શખ્સને ગાગોદર પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસની ટીમ સોમવારે રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં પેટ્રોલિંગ દરમિયાન કિડીયાનગર થી વેકરા જતા રોડ પર પહોંચતા બાતમી મળી હતી કે, પલાંસવાનો નરેન્દ્રસિંહ ઉર્ફે નરૂ ગણેશસિંહ દાસાણી સબ સ્ટેશન પાસે વિદેશી દારૂની પેટી લઈને ઉભો છે. આ બાતમીના આધારે ત્યાં જઇ તેની પાસે રહેલા થેલાની તપાસ લેતાં તેમાંથી રૂ.4,800 ની કિંમતની વોડકાની 48 બોટલો તથા રૂ.4,400 ની કિંમતના વિદેશી શરાબના 44 પાઉચ મળી કુલ રૂ.9,200 નો દારૂ મળી આવતાં તેની  ધરપકડ  કરી કાયદેસર કાર્યવાહી કરાઇ હતી.