રતડિયાની પરિણીતાએ અગનપછેડી ઓઢી
copy image

માંડવી તાલુકાના રતડિયા ગામે રહેતી એક પરિણીતાએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર અગ્નિસ્નાન કરી લેતાં તેનું સારવાર દરમ્યાન ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ માંડવી તાલુકાના રતડિયા ગામે રહેતી કીર્તિબેન જિગરગર ગોસ્વામી નામની ૨૧ વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર સોમવારે સવારના સાડા દસ વાગ્યાના અરસામાં પોતાના રૂમમાં શરીર ઉપર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં તેને માંડવીથી વધુ સારવાર માટે ભુજ જી.કે. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું. અત્રેએ ઉલ્લેખનીય છે કે, યુવતીના પતિ બે મહિના પહેલાં વિદેશ નોકરી કરવા ગયા હતા. પોલીસે એડીની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.