બિદડા વાડી વિસ્તારમાં યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો
copy image

માંડવી તાલુકાના બિદડા વાડી વિસ્તારમાં રહેતા મુકેશ મમુભાઈ સંઘાર નામના ૨૯ વર્ષના યુવાનને જખણિયા ગામે રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ હોઈ જેથી ગત તા.૨૪ના યુવતીએ મુકેશને ફોન કરી લગ્ન કરવા માટે ભગાડી જવાનું જણાવ્યું હતું. આથી મુકેશ તેને બાઈકમાં લઈને પરત બિદડા વાડી વિસ્તારમાં પુંજાભાઈ સંઘારની વાડીએ રાત્રિએ રોકાયેલા હતા. આ દરમ્યાન રાત્રિના અરસામાં બિદડાના મહેશ જેઠાભાઈ સંઘાર, કોડાયના જગદીશ ભવાનજીભાઈ સંઘાર અને જખણિયાના અશ્વિન સંઘાર વાડીએ આવ્યા હતા અને તું કેમ અમારી બેનને ભગાડીને આવ્યો છે? તેમ કહી લાકડાંના ધોકા વડે મુકેશ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી નાસી ગયા હતા. બાદમાં મુકેશે કોડાય પોલીસમાં ત્રણેય શખ્સો વિતુધ ફરિયાદ નોંધાવી હતી.