મુંદરાના મોખા ટોલ નાકાં પાસે ઊભેલાં ટ્રેઇલરની પાછળ અન્ય બે ટ્રેઇલર ઘૂસતાં ટ્રેઇલર ચાલકનું મોત
copy image

મુંદરાના મોખા ટોલ નાકા પાસે રોડ વચ્ચે ઉભેલા ટ્રેઇલરની પાછળ અન્ય બે ટ્રેઇલર ઘૂસી જતાં 29 વર્ષીય યુવાન ચાલક ઉદયકુમાર જગદીશ યાદવનું ગંભીર ઇજાના પગલે મોત નીપજયું હતું. આ અંગે પ્રાગપર પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ મોખા ટોલ નાકા પાસે ટ્રેઇલર ચાલકે પોતાનું ટ્રેઇલર રોડ વચ્ચે કોઇપણ જાતની આડશ કે રીફ્લેક્ટર મૂક્યા વગર જોખમી રીતે મૂકી દેતાં સવારે છ વાગ્યાના અરસામાં આ ટ્રેઇલરની પાછળ ટ્રેઇલર ઘૂસી જતાં તેનો ચાલક ધનંજયકુમાર ઉમેશ યાદવને ગંભીર ઇજા થઇ હતી. આ અકસ્માતગ્રસ્ત ટ્રેઇલરની પાછળ સૂર્યા ટ્રાન્સપોર્ટનું ટ્રેઇલર તેમાં ઘૂસી જતાં કેબીનનો બુકડો વળી ગયો હતો. તેના ચાલક ઉદયકુમાર યાદવ ભારે મહેનતે બહાર કઢાયા બાદ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.