મોટી ચીરઈમાં આર્થિક સંકળામણના લીધે યુવાને ફાંસો ખાધો
copy image

ભચાઉ તાલુકાના મોટી ચિરઈ નજીક કંપનીની વસાહતમાં રહેનાર મોનુકુમાર ચાલીનાર પાસ્વાન (ઉ.વ. 20) નામના યુવાને આર્થિક સંકળામણથી કંટાળીને ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો.મોટી ચિરઈ નજીક માઈક્રો વુડ્સ બોર્ડસ નામની કંપનીની વસાહતમાં રહેનાર બિહારી યુવાન મોનુકુમારે ગત તા. 23/6ના રાત્રિના ભાગે અંતીમ પગલું ભરી લીધું હતું. આ બિહારી યુવાને અનિતા નામની યુવતી સાથે બે વર્ષ પેહલા પ્રેમ લગ્ન કર્યા હતા. બંને પહેલા પોતાના વતનમાં રહેતા હતા પણ ત્યાં કામ ધંધો ન મળતા થોડા સમયથી આ દંપતી કામ ધંધાર્થે અહીં આવ્યું હતું. બનાવની રાત્રે આ યુવાન કામેથી પરત આવ્યો ત્યારે મારે કેટલાકનું પુરુ પાડવું, મારો પગાર ઓછો છે અને ગામડે પણ પરિવારજનોને મારે પૈસા મોકલવા પડે છે. પોતાના પતિને તણાવમાં જોતા તેની પત્નિએ સારા દિવસો આવશે તેવો આશા આપી પોતાના પતિ માટે જમવાનું પિરસ્યું હતું ત્યારે પેટ દુ:ખે છે કહી આ યુવાન બાથરૂમમાં ગયો હતો. તેને ધણીવાર થતાં તેની પત્નિએ દરવાજો ખખડાવતા દરવાજો ન ખોલતાં જોરથી ધક્કો મારી દરવાજો ખોલી નાખ્યો હતો તેવામાં આ યુવાન લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ શ્રમિકે ટુવાલને એંગલમાં બાંધી ગળે ફાંસો ખાધો હતો. તેને નીચે ઉતારી પાણી પિવડાવી સારવાર માટે લઈ જતાં ફરજ પરના તબિબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. આર્થિક સંકળામણના કારણે યુવાનના મોતથી ભારે અરેરાટી પ્રસરી હતી.