માંડવી તાલુકામાંથી સગીરાનું અપહરણ
copy image

માંડવી તાલુકામાંથી એક સગીરાને અજાણ્યા શખ્સે કોઈ પણ રીતે કોઈ કારણોસર લલચાવી, ફોસલાવી અપહરણ કરી ગયાની ફરિયાદ કોડાય પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ માંડવી તાલુકામાંથી ગત તા.૨૩ના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં ૧૬ વર્ષ રર દિવસની ઉંમરવાળી સગીરાને કોઈ અજાણ્યા શખ્સે કોઈ પણ રીતે તેમજ કોઈપણ કારણોસર લલચાવી, ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયાની ફરિયાદ કોડાય પોલીસ મથકે નોંધાવતાં પી. એસ.આઈ. વી.જી.પરમારે સગીરાને શોધવા માટે સીસીટીવી કેમેરાના ફૂટેજો એકત્રિત કરવાની સાથે હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.