મેઘપરબોરીચી ,કિડાણા અને ડાભુંડાના ચાર વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ
copy image

પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામ અને રાપર પોલીસ સ્ટેશનોમાં વ્યાજખોરી કરનારા મેઘપર બોરીચી, કિડાણા અને ડાભુંડાના ચાર શખસો વિરુદ્ધ પોલીસે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમન મુજબ ગુનો નોંધી ચારેય શખ્સોને પકડી લેવા પોલીસે તપાસ હાથ ધરી હતી. અંજાર, ગાંધીધામ અને રાપર પોલીસ દ્વારા વ્યાજખોરી કરવાના ગુના સબબ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ૨૦૧૧ની કલમ ૫, ૩૩(૩), ૪૨(ઘ), ૪૭ તથા આઈપીસી ૫૦૬(૨) મુજબ અલગ અલગ ચાર લોકો સામે ફરિયાદો નોંધવામાં આવી હતી, જેમાં અંજારના મેઘપર બોરીચીના ભક્તિધામમાં રહેતા રાધે જગદીશભાઈ જોષી તેમજ મંગલેશ્વર સોસાયટીમાં રહેતા નિલેશ મહેશ્વરી તથા ગાંધીધામના કિડાણાના રાજદીપસિંહ જાડેજા અને રાપરના ડાભુંડાના પ્રદીપસિંહ ગંભીરસિંહ સોઢા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમા રાપર પોલીસની હદમાં વ્યાજખોરીમાં ફસાયેલ રૂ.પાંચ લાખની રકમના ૧૦ ટકા વ્યાજ વસૂલતો હોવાનું તેમજ અન્ય ત્રણ ગુનામાં ભોગ બનનારાઓએ વ્યાજનું વ્યાજ વસૂલ કરવા સબબ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. જેના આધારે પોલીસે ચારેય વ્યાજખોરો સામે ગુનાઓ નોંધ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા વ્યાજંકવાદને રોકવા સમયાંતરે લોકસંપર્ક સહિતના કાર્યક્રમમાં ઊંચા વ્યાજ વસૂલીને ભોગ બનનારો પણ ત્રાસ ગુજારતાં લોકોને પકડવા ફરિયાદો નોંધવામાં આવે છે પરંતુ બાદમાં કામગીરી ઢીલી થતાં ફરી વ્યાજખોરો સક્રિય બનીને કાયદાના રક્ષકોને ગાંઠતા ન હોય તેવો માહોલ સર્જાય છે.