ગાંધીધામમાં ચેક પરત કેસમાં આરોપીને એક વર્ષની કેદ
copy image

ગાંધીધામમાં ખાતામાં અપૂરતાં ભંડોળના કારણોસર ચેક પરતના કેસમાં ગાંધીધામની કોર્ટે આરોપીને તકસીવાન ઠરાવીને એક વર્ષની કેદની સજા ફટકારી હતી ગાંધીધામના ફરિયાદી વીરજી એસ. નાખુવાએ આરોપી હાજી ઈલાસ અયુબ કેવરને વર્ષ 2013માં રૂા. 57 હજાર હાથ ઉછીના આપ્યા હતા, જેની સામે આરોપી દ્વારા બે ચેક અપાયા હતા, જે બેંકમાંથી પરત થયા હતા. આ કેસ ગાંધીધામના ત્રીજા અધિક ચીફ. જ્યુ. મેજિ. એમ.બી. ભાવસાર સમક્ષ ચાલી ગયો હતો. અદાલતે આ આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદ અને રૂા. 57 હજાર વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો હતો.