વરસામેડી નજીક બે બાઇક ટકરાયા  બાદ કાર ફરી વળતાં યુવાનનું અકાળે મોત

copy image

અંજાર તાલુકાના વરસામેડીની સીમમાં સીટીસી કોમ્પ્લેક્સ પાસે બે બાઇક ભટકાયા બાદ સુહાસ રમેશ પટેલ નામનો યુવાન નીચે પટકાતાં તેના પરથી કાર ફરી વળતાં યુવાને દમ તોડયો હતો. વેલસ્પન કંપની નજીક દુકાન ચલાવનાર સુહાસ નામનો યુવાન ગત તા. 17-6ના રાત્રિના ભાગે દુકાન વધાવી ઘર બાજુ જઇ રહ્યો હતો. દરમ્યાન સીટીસી કોમ્પ્લેક્સ નજીક પહોંચતા એરપોર્ટ રોડ બાજુથી આવતી બાઇક સાથે ટક્કર થઇ હતી, જેમાં સુહાસ નીચે પટકાયો હતો, તેવામાં એરપોર્ટ રોડ બાજુથી પુરપાટ આવતી કાર આ યુવાન પરથી ફરી વડી હતી, જેમાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેને પ્રથમ આદિપુર અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં લઇ જવાતાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ બાઇકચાલક તથા અજાણી કારના ચાલક વિરુદ્ધ રમેશ મણિલાલ પટેલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.