ગાંધીધામમાં કાર અડફેટે લીંબોડી વીણી રહેલા વૃદ્ધ ઘાયલ
ગાંધીધામના શક્તિનગર બગીચા પાસે સવારે નીચે બેસી લીંબોડી વીણી રહેલા વૃદ્ધને પૂરપાટ જઇ રહેલા કાર ચાલકે અડફેટે લેતાં ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના એ- ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી . મુળ રાપર તાલુકાના ઉમૈયા ગામના હાલે શક્તિનગર પોલીસ લાઈન સામે રહેતા 53 વર્ષીય નામેરીભાઈ માલાભાઈ પારકરાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા.23/6 ના સવારે 10 વાગ્યાના અરસામાં તેઓ શક્તિગર બગીચા સામે આવેલા લીમડાના ઝાડ નીચે બેસી લીંબોડી વીણી રહ્યા હતા ત્યારે સામેથી પુરપાટ આવી રહેલા કાર ચાલકે તેમને અડફેટે લેતાં ડાબા પગના સાથળમાં ફ્રેક્ચર, જમણાપગના ઘૂંટણ, ગાલ, કાન અને પેટના ભાગે ઇજાઓ પહોંચી હોવાનું જણાવી અકસ્માત કરનાર કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી