ગાંધીધામના વેપારીને તાંત્રિક વિધિથી કરોડો રૂપિયાનો ફાયદો થવાની લાલચ આપી અઢી લાખની છેતરપિંડી
copy image

ગાંધીધામના સપનાનગરમાં રહેતા કરિયાણાની દુકાન ધરાવતા આધેડ વેપારીને તેના પૂર્વ કારીગરે તાંત્રિક વિધિથી કરોડો રૂપિયાનો ફાયદો થવાની લાલચ આપી અને વેપારીને વિશ્વાસમાં લઈ પોતાના ઘરે બોલાવી અને તાંત્રિક વિધિ કરવાનું કહી તાંત્રિક સાથે મળીને અઢી લાખ રૂપિયાની છેતરપિંડી કરતા. પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.ગાંધીધામનાં સપનાનગરમાં રહેતા અને કંડલા પોર્ટ કોલોનીમાં કરિયાણા સ્ટોર ધરાવતાં ૬૯ વર્ષિય સુંદરજીભાઈ ભીમજીભાઈ ઠક્કરે નોંધાવેલ ફરિયાદ મુજબ ગાંધીધામનાં સેક્ટર-૭, માં રહેતો આરોપી જગદીશ કારુ અગાઉ તેમની દુકાને કામ કરતો હતો. ગત એપ્રિલ માસમાં જગદીશ તેમની દુકાને આવ્યો અને પોતે એક તાંત્રિકને ઓળખતો હોવાનું જણાવી ખાસ વિધિ કરવાથી ઘરમાં કરોડો રૂપિયાનો વરસાદ થવાની વાત કરી હતી. અને કેટલા લોકો એ આ તાંત્રિક વિધિ કર્યા ગણાં ફાયદોઓ થયા છે કહી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. જગદીશના વાતોથી વિશ્વાસમાં આવી ગયેલાં સુંદરજીભાઈને ૨૧ એપ્રિલની રાત્રે જગદીશે વિધિ પેટે અઢી લાખ રૂપિયા રોકડાં લઈને પોતાના ઘેર બોલાવ્યા હતા.જેથી ફરિયાદી તેના પુત્ર સાથે રૂપિયા લઈ જગદીશનાં ઘરે ગયો હતો.જ્યા પહેલાથી જગદીશનાં ઘરમાં એ સમયે તેની સાથે અજાણ્યો તાંત્રિક બેઠેલો હતો. જગદીશનાં ઘરે પહોંચ્યા પછી આ અજાણ્યા તાંત્રિકે ઈંટો વચ્ચે કેટલીક સામગ્રી રાખીને વિધિ શરૂ કરી હતી અને ત્યારપછી ફરિયાદીને ઘર ફરતે ત્રણ આંટા મારવા કીધું હતું.ફરિયાદી આંટા મારતાં હતા તે સમયે તાંત્રિક રૂપિયા લઈને ગાડીમાં બેસી નાસી ગયો હતો. ફરિયાદીએ તાંત્રિકનો પીછો કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તે હાથ લાગ્યો નહોતો. જગદીશ તેની સાથે ભળી ગયેલો હોઈ બે મહિનાથી તે રૂપિયા પાછાં મળી જવાના વાયદા કર્યા પછી પણ રૂપિયા પરત ન મળતા ફરિયાદીએ બે શખ્સો વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.