માણાવદરમાં પોલીસની રેડ : વર્લી મટકાનો જુગાર રમાડતા એક શંકુની અટક

જુનાગઢ જિલ્લાના માણાવદરમાં તબેલા વિસ્તારમાં વર્લી મટકાનો આંક ફેરનો જુગાર રમાડતા હોવાની જાણ થતા આર.આર.સેલ પોલીસે રેડ પાડી એક શંકુની ધરપકડ કરી છે. ૩ શંકુ વિરૂધ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે. મ્હે. જુનાગઢ રેન્જ આઇ.જી.પી. સુભાષ ત્રિવેદીની સુચનાથી રેન્જમાં દારૂ-જુગારના બુટલેગરો ઉપર વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના મળતા આર.આર. સેલના પો.સ.ઇ. ડી.બી. પીઠીયા તથા સ્ટાફના એસ.એમ. દેવરે, ગીરૂભા તથા પ્રવિણ વગેરે માણસો પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન સ્ટાફના ગીરૂભાને ખાનગી રહે હકીકત મળેલ કે માણાવદરમાં તબેલા શેરીમાં અમુક માણસો વર્લી મટકાનો આંક ફેરનો જુગાર રમી રમાડે છે. હાલ તેની પ્રવૃતિ ચાલુ છે જેથી ત્યાં રેડ પાડતા કમલેશ ઉર્ફે ડમો માધાભાઇ હડીયલ જાતે સતવારા (રહે. તબેલા શેરી-માણાવદર) હાલ જુનાગઢ વાળો વર્લી મટકાનું સાહિત્ય તથા રોકડ રકમ રૂ. ૬,૦૯પ તથા મોબાઈલ ફોન કિંમત રૂ. ૧પ,પ૦૦ મળી કુલ રૂ. ર૧,પ૯પ ના મુદામાલ સાથે પકડાઈ ગયેલ છે તથા તેના ભાગીદાર હાજર નહીં મળેલ સમરતસિંહ મહિપતસિંહ ચુડાસમા (રહે. માણાવદર) તથા આ વર્લી મટકાની કપાત તેઓ માંગરોળના ઉમેશભાઇ તનાને કરતો હોય ઉપરોકત ત્રણેય શંકુઓ વિરૂધ્ધ  માણાવદર પોલીસ સ્ટેશન ફરીયાદ નોંધી કરી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *